મોરબી: આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) મોરબી બી.એન. વિડજા તેમજ BRC ચિરાગભાઈ આદ્રોજા દ્વારા નીચીમાંડલ તાલુકા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી અને school Of Excellence અંતર્ગત માપદંડની ચકાસણી કરવામાં આવી હતી. CRC કો-ઓર્ડીનેટર ચંદ્રકાન્ત બાવરવાએ જણાવ્યું હતું કે, આ મુલાકાતમાં FLN અને સામયિક કસોટીમાં શાળાના તમામ ધોરણના બાળકો સાથે સીધા સંવાદ અને પ્રશ્નોતરી દ્વારા શાળાના બાળકોની FLNમાં પ્રગતિની ચકાસણી કરવામાં આવી હતી. અને સામાયિક કસોટીની આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ બાળકોના વાંચન, ગણન, લેખન સંદર્ભે ગુણવત્તા સુધારણા માટે આગામી આયોજન માટે દિશાસૂચન કરવામાં આવ્યું હતું.