હળવદ : હળવદમાં ખેલાડીઓ તથા તૈયારી કરતા યુવાનો માટે રમતનું મેદાન તેમજ વાંચનની પ્રવૃત્તિ માટે લાયબ્રેરી ફાળવવામાં આવે તેવી પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયાએ ગૃહમંત્રી સમક્ષ ગુહાર લગાવી છે. પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયાએ ગૃહમંત્રી તથા રમત ગમત મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટીના મુલ મંત્ર ' સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ 'ને ચરિતાર્થ કરતા રાજય સ૨કા૨ દ્વારા છેવાડાના માનવી સુધી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોચાડી ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ છે. ત્યારે વડાપ્રધાનના યુવાઓને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાની હાકલને સાર્થક કરવા હળવદના આશાસ્પદ યુવાનો માટે એક ૨મત ગમતનું મેદાન ફાળવવામાં આવે તો આર્મી તથા પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનો, ક્રિકેટ, ફુટબોલ જેવી વિવિધ ૨મતોમાં પારંગતતા હાસીલ કરી તાલુકા, જીલ્લા, રાજય અને દેશનું નામ રોશન કરી શકે એવા યુવાનો તૈયાર થઈ શકે તેમ છે. વધુમાં જણાવ્યું કે આશાસ્પદ યુવાનો માટે સ૨કા૨ દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ વિભાગોની નોકરીની તૈયારી કરવા અને યોગ્ય માર્ગદર્શન મેળવવા, સીનીયર સિટીઝન, નાના બાળકો, યુવાનો શાંત વાતાવરણમાં વાંચન કરી શકે એ માટે એક આધુનિક લાઈબ્રેરીની જરૂરીયાત હોઈ સ૨કા૨ દ્વારા બનાવવામાં આવે તે અન્વયે યોગ્ય કાર્યવાહી કરાવવા આવે.