વાંકાનેર વઘાસિયા ગામની સીમમાં ફેકટરીમાં બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ કોલસાના હોપરમાં પડી જતા શ્રમિક યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસિયા નજીક આવેલ વ્હાઇટ હાઉસ સીરામીક ફેકટરીમાં કામ કરતી વેળાએ સિંકન્દરસિંગ તુલશારામ ભીલ ઉ.25 નામના યુવાનનું કોલસાના હોપરમાં પડી જતા વરમમાં આવી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.