મોરબી : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ટેકનિકલ કારણોસર 23મી જુલાઈથી 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન દર શનિવાર અને રવિવારે રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- 1. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 2. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 3. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 4. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ