મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી નવ જુગારીઓને 26,300ની રોકડ રકમ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે જેતપર ગામે નવાપરામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સાગરભાઇ અમરશીભાઇ માલણીયા, સુનીલભાઇ ઉર્ફે ભંગારી કુકાભાઇ દેગામા, મહેશભાઇ રામજીભાઇ માલણીયા, દશરથભાઇ કિશોરભાઇ સુમરખાણીયા, અરવિદભાઇ હરજીવનભાઇ હમીરપરા, અસલ્મભાઇ હનીફભાઇ બુખારી, ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો ગોકળભાઇ હમીરપરા, મહેશભાઇ ધનજીભાઇ સાતોલીયા અને ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરા તીનપતિ રમતા રંગ હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી 26,300 રોકડા કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.