કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ ભાજપ શાસિત નગરપાલિકા ઉપર આકરા પ્રહારો કરી પ્રજાની સમસ્યા હલ કરવામાં ભાજપને રસ જ ન હોવાનો આક્ષેપ કર્યો મોરબી : મોરબીના કોંગી અગ્રણી રમેશભાઈ રબારીએ ગટરની ગંદકી મુદ્દે, તૂટેલા રોડ જેવી સમસ્યાના નિવારણમાં તેમજ લોકોને લાઈટ, પાણી, ગટર, રોડની પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ ગયાનો આરોપ લગાવ્યો હતો. પાલિકા તંત્રના સત્તાધીશો માત્ર ટકાવારીમાં ધ્યાન આપે છે. જેથી તંત્રના પાપે પ્રજાને ભોગવવું પડતું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ પ્રેસ યાદીમાં જણાવ્યું હતું કે, મોરબીના રોડ રસ્તા રીપેરીંગ અને ગંદકી દૂર કરવાના પાલિકાના પદાધિકારી અને ભાજપના પ્રમુખ દુર્લભજી દેથરિયાએ આપેલી ખાતરીનું સુરસુર્યું થઈ ગયું છે. આજે મોરબીનો પોશ વિસ્તાર કહેવાય તે રવાપર રોડ પર આવેલ લોકોનું આસ્થાનું કેન્દ્ર સમાન રામદેવપીરનું મંદિર આવેલ છે. ત્યાં સેકડો લોકો દર્શન કરવા આવે છે. પણ અહીંયા છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટરના પાણી છલકાય છે. ત્યાં ભાજપના ચૂંટાયેલ સદસ્ય પણ અવારનવાર એ મંદિર પાસે રવાપર રોડ પર નીકળે છે પણ આ ઉભરાતી ગટરના પાણી તેમને નરી આંખે દેખાતા ન હોય તેમ લાગે છે આજ લોકો મંદિરે દર્શન કરવા પણ જઈ શકતા નથી. આં ભૂગર્ભ ગટર ઉભરાઈને રોડ રસ્તા ઉપર ગંદા પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકોની સાથે અહીંના વેપારી પણ પરેશાન છે. આં ઉભરાતી ગટરના પાણી મોરબી શહેર ભાજપના કાર્યલય પાસે રેલા સ્વરૂપે પહોંચી ગયા છે. વધુમાં તેમણે ભાજપ ઉપર નિશાન તાકીને કહ્યું હતું કે, હું ભાજપ શાસિત નગરપાલિકાને પૂછવા માંગુ છું કે શુ કે આં ભૂગર્ભ ગટર આર.એન બી.માં આવે છે કે નગરપાલિકા માં આવે છે તે સત્વરે જણાવે. તેમજ મોરબી નગરપાલિકાઆં ઉભરતા ભૂગર્ભ ગટરના પાણી માટે તાત્કાલિક અસરથી સાફ સફાઇ કરાવે લોકોને પડતી મુશ્કેલી દૂર કરીને પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માટે આગળ આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે. તંત્ર પ્રજા લક્ષી કામગીરી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે. લોકો કહે છે ભાજપ શાસિત નગર પાલિકા માં લોકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં હાલ પદાધિકારી સાવ નિષ્ફળ ગયેલ છે ગમે ત્યારે કોઈ પણ રોડ રસ્તા કે ભૂગર્ભ ગટર માટે કહી દે છે કે આ અમારા માં નથી આવતું આં તો આર એન બી માં આવે છે તેમ કહી કામ નહિ કરવાનું બહાનું બનાવી છે તેવો તેમણે આક્ષેપ કરી ભાજપને ખરા અર્થમાં લોકોના કામ કરવાની ટકોર કરી હતી.