જનરલ મેડિકલ સ્ટોરની દુકાનમાં રોકડ તેમજ માલ-સામાનની ચોરી થયાની લેખિતમાં ફરિયાદ મોરબી : મોરબીમાં તસ્કરોના વધતા જતા તરખાટ વચ્ચે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના કુબેરનગર વિસ્તારમાં મેડિકલ સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવી આ જનરલ મેડિકલ સ્ટોરની દુકાનમાં રોકડ તેમજ માલ-સામાનની ચોરી થયાની લેખિતમાં એ ડિવિઝનમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર-2 કષ્ટભંજન હનુમાનજી મંદિર સામે આવેલ જય મેડિકલ જનરલ દવાનો સ્ટોર ધરાવતા જયસુખભાઈ કાનજીભાઈ મઢવીએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, ગત મોડી રાત્રે નવલખી રોડ ઉપર તેમની કુબેરનગર-2 કષ્ટભંજન હનુમાનજી મંદિર સામે આવેલ જય મેડિકલ સ્ટોરની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ તેમની દુકાનનું શટરનું તાળું તોડી અંદર પ્રવેશી દુકાનના થડામાંથી રોકડ રકમ તેંમજ દુકાન માલ સામાન ચોરી ગયા હતા. સવારે તેઓએ દુકાને આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થતાં પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરી છે.