મોરબી : આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની અગવાની હેઠળ મોરબીના યુવા ઉદ્યોગકાર પંકજભાઈ રાણસરિયા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વરદ હસ્તે વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ આવતીકાલે તેમનું સવારે ૯ વાગ્યે સરદાર પટેલ પ્રતિમા, નવા બસ સ્ટેન્ડ ખાતે સ્વાગત કરશે અને ત્યારબાદ જિલ્લા કાર્યાલય ખાતે તેમનું અભિવાદન થશે.