મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે તાલુકા પો.સ્ટે મા છેલ્લા બે માસથી નાસતો ફરતો તેમજ જામનગર સીટી બી ડીવી.પો.સ્ટેના પ્રોહીબિશનના અલગ અલગ પાંચ ગુન્હાઓમા છેલ્લા સાતેક મહીનાથી નાસતા ફરતા આરોપી રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉ.વ.૨૭ રહે.મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી વાળાને ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પીઆઇ એમ.પી.પંડયા, પીએસાઈ એસ.એમ.રાણા, એ.એસ.આઇ કિશોરદાન ગઢવી, પો.હેડ કોન્સ એમ.એમ.દેગામડીયા, કિશોરભાઇ પારઘી, પો.કોન્સ ચકુભાઇ કરોતરા, આશીફભાઇ રાઉમા, હિતેષભાઇ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, અરજણભાઈ ગરીયા તથા તેજાભાઇ ગરચર રોકાયેલ હતા.