મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન મૂકી સ્વચ્છતા જળવાય રહે તે માટે પગલું માંડ્યું છે. મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વીસી ફાટક પાસે આવેલ એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન મુકવાની પહેલ કરવામાં આવી હતી.આજના યુગમાં ગામડાઓમાં સ્ત્રીઓ માસિક દરમિયાન કપડાનો ઉપયોગ કરતી હોય છે તો આ વસ્તુ સ્ત્રીઓ માટે કેટલી હાનિકારક હોય છે અને સેનેટરી પેડ કેટલું સુરક્ષિત હોય છે તેની વિસ્તૃત માહિતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ ઉષાબેને વિદ્યાર્થીનીઓને પૂરી પાડી હતી. વેદનાને વાચા અને કોઈ સારા કાર્યની પહેલ માટે મુસ્કાન વેલફેર સોસાયટી હમેશા અગ્રેસર છે.એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન આપીને સફાઈ ઝુંબેશનું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, નિશાબેન બંસલ, પ્રીતિબેન દેસાઈ, મયુરીબેન કોટેચા, કલ્પનાબેન શર્મા, ક્રિષ્નાબેન કાબરા, માલાબેન કક્કડ, ચંદાબેન કાબરા સહિતના સભ્યોએ હાજરી આપી હતી.