મહામંત્રી પદે ધીરુભાઈ હારેજા, સંગઠન મંત્રી મેરાભાઈ વિઠ્ઠલાપરા અને લીગલના સભ્ય તરીકે ભરતભાઇ ગણેશીયાની નિયુક્તિ કરાઈ : નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન ની વર્ષા હળવદ : રાજકોટ ખાતે ગુજરાત ચુવાળીયા કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ તરીકે નિયુક્ત થયેલ ધર્મેશભાઈ ઝિંઝુવાડીયાનો સન્માન સમારોહ યોજાયો હતો તેની સાથે સાથે સંગઠનને વધુ વિકસાવવા તેમજ સમાજમાં જાગૃતિ તેમજ સમાજ સંગઠિત બને તેવા હેતુ સાથે વિવિધ હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી જેમાં હળવદ- ધાંગધ્રાના ઠાકોર સમાજના યુવા અગ્રણી પપ્પુભાઈ ઠાકોરની ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાજકોટ ખાતે યોજાયેલ ચુવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહની સાથે સાથે ગુજરાત ભરમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂકો પણ આપવામાં આવી છે જેમાં ગુજરાત પ્રદેશના ચુવાળીયા કોળી સમાજના ઉપપ્રમુખ પદે પપ્પુભાઈ ઠાકોર,મહામંત્રી તરીકે ધાંગધ્રાના તાલુકાના ઈસદ્રા ગામના ધીરુભાઈ હારેજા, પ્રદેશ સંગઠન મંત્રી તરીકે હળવદના પલાસણ ગામના મેરા ભાઈ વિઠલાપરા તેમજ ગુજરાત પ્રદેશ લીગલ સેલના સભ્ય તરીકે હળવદના ભરતભાઈ ગણેશિયા સહિત વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ કરાઈ છે.