રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂંટણી અને પ્રચારને લઈને અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી મોરબી : વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટનીને ધ્યાને લઈને દરેક રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગરુપે મોરબી તાલુકા ભાજપ પદાધિકારી બેઠક તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયાના અધ્યક્ષ સ્થાને આજે સવારે ભગવતી હોલ, બાયપાસ રોડ, મોરબી ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂંટણી અને પ્રચારને લઈને અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મોરબી તાલુકા પદાધિકારી બેઠકમા રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઇ દેથરીયા, પુર્વ ધારાસભ્ય બાવનજીભાઇ, કૃભકોના ડિરેક્ટર મગનભાઇ વડાવીયા, મોરબીના પ્રભારી દિલીપસિંહ ચુડાસમા, ટંકારા વિધાનસભાના પ્રભારી વિપુલભાઇ પટેલ, મહામંત્રી જયુભા જાડેજા, બાબુભાઇ હુંબલ, મોરબી તાલુકા પ્રભારી ભવાનભાઇ ભાગિયા, હરેશભાઇ ધોડાસરા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જીજ્ઞેશ કૈલા, ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, હીરાભાઇ ટમારીયા, હંસાબેન પારેધી, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન તાલુકા ભાજપના હોદેદારોઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ચૂંટણીની તૈયારીમાં લાગી જવાની મોવડીઓએ હાકલ કરી હતી.