મોરબી : મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્રના ૨૫ ટીબી દર્દીઓને ૧ વર્ષ માટે કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ હેઠળ મોરબીની કંપની ક્રિષ્ના કલર કેમ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. તેઓને 1 વર્ષ માટે પોષણ યુક્ત આહાર પૂરો પાડવામાં આવશે. કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્રના ૨૫ ટીબી દર્દીઓને ક્રિષ્ના કલર કેમ દ્વારા પોષણ યુક્ત આહાર માટે એક વર્ષ સુધી દતક લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે અને મોરબી જીલ્લો નીતી આયોગમાં આકાંક્ષી જીલ્લો હોય જે ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે મોરબી જીલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન.ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે. જે માટે કોમ્યુનીટી સેવાકાર્ય દ્વારા પ્રધાનમંત્રીના ”ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્નને સાકાર કરવા આગેકુચ કરીએ આ પ્રસંગે જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન.ઝાલા દ્વારા ટીબીના દર્દીઓના રેગ્યુલર ફોલોઅપ કરાવી સારવાર લેવા માર્ગદર્શન આપી સરકારની ગાઈડ લાઈન મુજબ એક મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ આપી ક્રિષ્ના કલર કેમ દ્વારા દર્દીઓને પ્રોત્સાહિત કર્યા હતા.