ટ્રેનને આવકારવા કાલે કાર્યક્રમ : કેન્દ્રીય મંત્રી ડો.મુંજપરા વર્ચ્યુઅલી જોડાશે હળવદ : હળવદવાસીઓ અને આસપાસના વિસ્તારના લોકો માટે ખુશીના સમાચાર છે કે ભૂજ - પુના (સાપ્તાહિક) એકસપ્રેસ ટ્રેન ( ટ્રેન નંબર ૧૧૦૯૧ / ૧૧૦૯૨ ) જે આવતીકાલે ૨૦ તારીખ અને બુધવારના રોજ સાંજે ટ્રેન સ્ટોપ કરશે અને પછી નિયમિત દર અઠવાડિયે ટ્રેન સ્ટોપ કરશે જેથી ભુજ અને પુના જવા માટે મુસાફરો વધુ એક સુવિધા મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાના અથાગ પ્રયાસોથી આ ટ્રેનને સ્ટોપેજ મળેલ છે અને આગામી સમયમાં સૈયાજીમગરી અને ભુજ બાંદ્રાને સ્ટોપેજ આપવામાં માટે તેઓ પ્રયત્નશીલ છે ત્યારે આવતીકાલે સાંજે ભૂજ - પુના ટ્રેનના હળવદ સ્ટોપેજ કાર્યક્રમ સાંજે ૪:૦૦ કલાકે શરૂ થશે અને ૪:૫૦ એ ટ્રેન પહોંચશે અને આ કાર્યક્રમમાં ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા વર્ચ્યુઅલી જોડાશે. સાથે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા , પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા , જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા , જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિત વેપારી આગેવાનો અને વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ હાજરી આપશે તો આ કાર્યક્રમમાં પધારવા હળવદ શહેર અને તાલુકાની જનતાને નિમંત્રણ અપાયું છે.