મોરબી : મોરબીમાં આવતીકાલે સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવશે. મોરબીમાં આવતીકાલે તા.૧૯ને મંગળવારના રોજ SMVS સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવશે.જેમાં ગાંધીનગરથી હરિકૃષ્ણ મહારાજ સાથે સત્યસંકલ્પદાસ સ્વામી દર્શન,પૂજન અને આશીર્વાદનો લાભ આપવા માટે પધારશે.આ ગુરૂપૂર્ણિમામાં લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.