મોરબી નજીકથી માંડીને મકનસર સુધીમાં ખાડા રાજને કારણે ટૂંકાગાળામાં 10 જેટલા અકસ્માતના બનાબ બન્યા, માસૂમ બાળક સહિત અનેકને નાની મોટી ઇજા, તંત્રની ધોર બેદરકારીને કારણે લોકોને તંત્ર પરથી ભરોસો ઉઠ્યો, લોકો ખાડા ફરતે દોરી બાંધી, હજુ પણ તંત્ર ન સુધરે તો કાંટાની વાડ મૂકી રસ્તો બંધ કરવાની ચીમકી મોરબી : મોરબી નજીકના નેશનલ હાઇવેને સર્વિસ રોડની એટલી હદે પથારી ફરી ગઈ છે કે જ્યાં જુઓ ત્યાં ખાડે ખાડા જ દેખાઈ છે. આવી સ્થિતિમાં સર્વિસ રોડ ઉપર ત્રાજપર ચોકડીથી માંડીને મકનસર સુધીમાં ખાડા રાજને કારણે ટૂંકાગાળામાં 10 જેટલા અકસ્માતના બનાબ બન્યા છે.જેમાં માસૂમ બાળકો સહિત અનેક ઘાયલ થયા છે. આથી આ નેશનલ હાઈવેનો સર્વિસ રોડ જીવલેણ ગાબડાથી અકસ્માત ઝોન બન્યો હોય અને હવેલોકોને તંત્ર પરથી ભરોસો ઉઠતા લોકો ખાડા ફરતે દોરી બાંધી, કાંટાની વાડ મૂકી રસ્તો બંધ કરશે તેવું જાણવા મળ્યું છે. મોરબી નજીક નેશનલ હાઇવેના અતિ ખરાબ સર્વિસ રોડની હાલતથી પીડિત લોકોએ તંત્ર ઉપર ભારે બળાપો ઠાલવ્યો છે અને સર્વિસ રોડની હાલ વરસાદમાં એટલી ખરાબ હાલત થઈ ગઈ હોય કે જાડી ચામડીના બનેલા જવાબદાર અધિકારી કે તંત્રની સેવેદના બુઠી થઈ ગઈ છે.તેથી આ સર્વિસ રોડ હવે અકસ્માત ઝોન બની ગયો છે. વારંવાર સર્વિસ રોડમાં પડેલા ફૂટથી વધુ મોટા ગાબડાને કારણે અકસ્માત થાય છે. ત્રાજપર ચોકડીથી છેક મકનસર સુધીના સર્વિસ રોડ ઉપર એટલી હદે ગાબડા છે કે તેનાથી વાહન ચાલકો બચી શકે એમ જ નથી. ખાડાને તારાવવા જતા વાહનો ખાડામાં ફસાઈ જાય છે. સર્વિસ રોડ ઉપરના ગાબડાને કારણે મકનસર પાસે એક્સેલ સીરામીક નજીક 10 જેટલા અકસ્માત થયા છે. જેમાં એક રીક્ષા પલ્ટી જતા 3 વર્ષના બાળકને ગંભીર ઇજા થઇ હતી. તેમજ આ ગામનો એક યુવાન બાઈક ઉપરથી નીચે પડી જતા તેને પણ ગંભીર ઇજા થઇ હતી. આવી રીતે અનેક લોકોને ઇજા થઇ છે. જો કે સ્થાનિકોએ અગાઉ રજુઆત કરી હતી.તેમજ મકનસર પાસે ચક્કાજામ પણ કર્યો હતો. તેમ છતાં તંત્રની ઉંઘ ઉડી નથી.તેથી લોકો હવે આપના હાથ જગન્નાથની જેમ ખુદની સલામતી માટે આ સર્વિસ રોડ ઉપર કામગીરી કરી રહ્યા છે અને જ્યાં જ્યાં ખાડા છે ત્યાં ફરતે વૈકલ્પિક દોરી બાંધી દીધી છે. આમ છતાં પણ તંત્ર ન સુધરે તો કાંટાની વાડ કરીને રસ્તો બંધ કરવાની ચીમકી આપી છે.