મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે કાલિકા પ્લોટમાં સતવારા બોર્ડિંગ નજીક જાહેરમાં જુગારની મહેફિલ માંડનારા સાત જુગરીઓને રોકડા રૂપિયા 10,100 સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે કાલિકા પ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સતવારા બોર્ડિંગ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા કમલેશભાઈ પ્રભુભાઈ અગેચાણીયા, અબ્દુલભાઈ કાદરભાઈ સમા, અકબરભાઈ જમાલભાઈ સમા, અશરફભાઈ ઉસ્માનભાઈ શેખ, કાસમભાઈ હસનભાઈ સોલંકી, ઈમરાનભાઈ મહમદભાઈ કુરૈશી અને કાસમભાઈ હુશૈનભાઈ શેખને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,100 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.