હરિઓમ પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમવો ભારે પડ્યો મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર હરિઓમ પાર્કમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહિત સાત જુગારીઓને રોકડા રૂપિયા 19,060 સાથે ઝડપી લીધા હતા. મોરબી તાલુકા પોલીસે ઘુટું ગામની સીમમાં આવેલ હરીઓમ પાર્ક સોસાયટી મેઇન રોડ ઉપર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હાર્દીકભાઇ નથુભાઇ ભુત, જોનીભાઇ સુરેશભાઇ વાછાણી, યશભાઇ ધર્મેન્દ્રભાઇ કાલરીયા, રસીલાબેન જીજ્ઞેશભાઇ ગોઠી, સોનલબેન જસ્મીનભાઇ ભુત, ખ્યાતીબેન ઉર્ફે જાનકીબેન જોનીભાઇ વાછાણી અને મીનાબેન ધર્મેન્દ્રભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ કાલરીયાને સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 19,060 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.