મોરબી : પાટીદાર ટાઉનશીપમાં ગંગા ગાયના મોક્ષાર્થે રહેવાસીઓ દ્વારા વિવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. પાટીદાર ટાઉનશિપમાં ગંગા ગાયના મોક્ષાર્થે શિવમ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક સુગરની તપાસ, ફ્રી બીએમઆઈ તથા ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રક્તદાન કેમ્પ, બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ પાટીદાર ટાઉનશીપ ગોપી મંડળ દ્વારા ધૂન ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યો ગીરીશભાઈ પટેલ, ઇલેશભાઈ પટેલ તેમજ પ્રભુભાઈ વગેરેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા હતા તેમજ આ સેવાકાર્યમાં પાટીદાર ટાઉનશીપના નાના મોટા તમામ લોકો જોડાયા હતા.