સતનામ હાઇટ્સના 20 ફ્લેટ નુકશાની થતા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષાની ફરિયાદના આધારે કન્ઝ્યુમર કોર્ટે ન્યાય તોળ્યો મોરબી : મોરબીના કામધેનુ પાસે આવેલ સતનામ્ હાઇટ્સના વીસ ફલેટમાં નુકશાન થયું હોય પણ ફ્લેટના માલિકોને બીલ્ડર દાદા ન દેતા આખરે ફ્લેટ માલિકોએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મારફતે બિલ્ડર સામે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ કરી હતી. તેથી આ કન્ઝ્યુમર કોર્ટે બિલ્ડરને વીસ ગ્રાહકો સંતોષ કારક બાંધકામ તથા રીપેરીંગ કરી આપવુ અને દરેક ફલેટ ગ્રાહકને બે હજાર રૂપિયા અર્ચ ના અપવાનો હુકમ કર્યો છે. મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાના જણાવ્યા મુજબ સરકારના હુકમ પ્રમાણે હવે ગ્રાહક સુરક્ષામાં બીલ્ડર તથા ડોકટરોને સમાવી લીધેલ છે. આવા એક કેસમાં મોરબી બાય પાસ કામધેનુ પાસે સતનામ્ હાઇટ્સ આવેલ છે તેમાં વીસ ફલેટ ગ્રાહકને બીલ્ડરે નબળી ગુણવતા વાળા ફલેટ આપેલ તેથી ફરીયાદ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં લાલજીભાઇ મહેતા દ્વારા કરવામાં આવી હતી આ કેઇસ ચાલી જતા બીલ્ડરને સતનામ્ હાઇટ્સના તમામ ફલેટ ગ્રાહકને સંતોષ કારક રીપેરીંગ તથા બાંધકામ કરી આપવુ અને દરેક ફલેટ ગ્રાહકને બે હજાર રૂપિયા ચુકવવાનો કોર્ટ હુકમ કર્યો હતો.