મોરબી : મધ્યપ્રદેશના સિંગરૌલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને વિજય મળતા મોરબીમાં 'આપ'ના કાર્યકરો દ્વારા મીઠાઈ વેહચીને ઉજવણી કરી હતી. મધ્યપ્રદેશના સિંગરૌલી નગરપાલિકામાં આમ આદમી પાર્ટીને વિજય મળતા આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોએ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ઢોલ નગારા વગાડીને, એક બીજાને મીઠાઈ ખવડાવીને, સૌને શુભેચ્છા પાઠવી અને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લા કાર્યાલય ખાતે હોદેદારોએ એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.