ટંકારા : ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા નસીતપર ગામમાં કચરાના નિકાલ માટે મીની ટ્રેકટર તથા ટ્રોલી આપવામાં આવી હતી. ટંકારા તાલુકાના નસીતપર ગામે ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય વિપુલ એચ કુંડારીયા દ્વારા પંદરમા નાણાપંચની તા.ક ટાઈટ ગ્રાન્ટમાંથી નસીતપર ગ્રામ પંચાયતમાં કચરાના નિકાલ માટે મીની ટ્રેકટર તથા ટ્રોલી રોજ અર્પણ કરવામા આવી હતી. જેથી ગામની સુવિધામા વધારો થશે અને ગામ સ્વરછ ગામ બનશે. આ ટેકટર મળતા સરપંચ રમેશભાઈ ધરમશીભાઈ કુંડારીયા સહિતના સભ્યો અને ગામજનોએ આવકારી હતી.