મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં હવે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં આજે 8 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 42 થયા છે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 806 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 1 અને મોરબી ગ્રામ્યમાં 7 મળી કુલ 8 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 10 અને ટંકારાના 1 દર્દી રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 42 થઈ ગયા છે.