મોરબી : મોરબી નગર પાલિકાની કચરા ગાડીએ જોધપર (નદી) ગામની સીમમાં લીલાપર રફાળેશ્વર રોડ ઉપર મચ્છુ-૨ ડેમ પાસે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર પ્રકાશ સોસાયટીમાં રહેતા સવજીભાઇ કાનજીભાઇ ચૌહાણ અને દલપતભાઈ નામના વ્યક્તિ એક્ટિવા લઈને જતા હતા ત્યારે નગરપાલિકાના કચરા ઉપડવાનાછોટા હાથી વાહન રજી. નં. GJ 36 G 0263 નો ચાલકે એક્ટિવાને હડફેટે લેતા દલપતભાઈને બન્ને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું તેમજ સવજીભાઈને પણ જમણા પગમાં ઇજાઓ પહોંચાડી અકસ્માત સર્જી વાહન ચાલક નાસી જતા સવજીભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.