180 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો મોરબી : મોરબી રોટરી ક્લબ તથા શેલ્બી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લા તેમજ આજુબાજુના ગામના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. મોરબી રોટરી ક્લબ તથા શેલ્બી હોસ્પિટલ અમદાવાદના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજીંગ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું.જેમાં શેલ્બી હોસ્પિટલના સુપર સ્પેશિયાલીસ્ટ ડોકટર દ્વારા મોરબી જિલ્લા તેમજ આજુબાજુના સેન્ટરના ૧૮૦ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં ડૉ.સચિન પટેલ, ડો.ભાવિન પટેલ અને ડોક્ટરની ટીમ દ્વારા વિનામૂલ્યે કેમ્પ સંપન્ન કરવામાં આવ્યો હતો.જેમાં રોટરી ક્લબ મોરબીમાં પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા,સેક્રેટરી રષેશ મહેતા,ઇંટકેટ પ્રેસિડેન્ટ મિત મહેતા તેમજ રોટરી મેમ્બર્સ રવિનભાઈ,રાજવીરસિંહ,અમીતભાઈ,સિદ્ધાર્થભાઇ દ્વારા કેમ્પને સફળ બનાવાયો હતો.તેમજ સંસ્કાર ઇમેજિંગ સેન્ટરના સંચાલક રમેશભાઈ તેમજ નીતિનભાઈ અગ્રવાલ દ્વારા સહયોગ મળ્યો હતો.