મોરબી : મોરબીમાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પો.સ્ટેમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહિદાસ પરા શીરી નં-૩માં રહેતા વિજયભાઈ ગુલાબભાઈ જોગેલ (ઉ.વ-૨૨) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાસો ખાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.