મોરબી હળવદ હાઇવે રોડ પર ઉચી માંડલ ગામ પાસેના કારખાનામાં બનેલી ઘટના મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર ઉચી માંડલ ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસની તપાસમાં પ્રેમિકા સાથે તેના પરિવારજનો વાત ન કરવા દેતા લાગી આવતા પ્રેમીએ ફાસો ખાધો હોવાનું બહાર આવ્યું છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉતર પ્રદેશનો વતની અને હાલ મોરબી હળવદ હાઇવે ઉપર ઉચી માંડલ ગામની સીમ આવેલ સેવલ્ટોસ સેનેટરી વેરના લેબર કવાટરની ઓરડી નંબર-બી-૩૭માં રહેતા શુભમ હેમરાજભાઇ નિશાદ (ઉ.વ-૨૪) નામના યુવાને ગઈકાલે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક શુભમ હેમરાજભાઇ નિશાદને તેમના વતનમા રહેતી કોઈ યુવતી સાથે પ્રેમસબંધ હોય અને ફોનમા વાતચીત કરતો હોય અને આ પ્રેમસબંધ બાબતે તે યુવતીના માતાપિતાને જાણ થઇ જતા યુવતીને તેની સાથે ફોનમા વાતચીત કરવા દેતા ન હોય જે બાબતે નોમન લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભરી લીધું હતું.