મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં ફરી ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં આજે 245 લોકોના ટેસ્ટમાંથી 2 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 45 થયા છે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 245 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં માત્ર ટંકારા ગ્રામ્યમાં 2 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 2 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 45 થઈ ગયા છે.