મોરબીના સબજેલ સામેના વિસ્તારમાં બનેલી ઘટનામાં બે લોકો સામે ફરિયાદ મોરબી : મોરબીના સબજેલ સામેના વિસ્તારમાં ઘર પાસે કચરો નાખવા બાબતે બે લોકોએ પાલિકાના કર્મચારીને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અરૂણભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ ૫૨ ધંધો નગરપાલિકામાં નોકરી રહે મોરબી સબજેલ સામે વજેપર શેરી નં -૬)એ ભાવેશ પ્રભુભાઇ વાઘેલા, મનિષ પ્રભુભાઇ વાઘેલા (રહે બન્ને મોરબી સબજેલ સામે વજેપર શેરી નં -૬) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને આરોપીએ પોતાના ઘર પાસે તમે લોકો કેમ કચરો નાંખો છો. તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદી ગાળો બોલવાની ના પડતા ઉશ્કેરાઇ જઇ આરોપીએ ઢીકાપટુનો મારમારી તેમજ બીજા આરોપીએ ધોકા વડે ફરિયાદીને ડાબા હાથની કોણી પર એક ઘા મારી મુંઢ ઈજા કરી જાનથી નાખવાની ધમકી આપી હતી.