મોરબી : મોરબીમાં પોલીસે શ્રાવણ માસ પહેલા જ ધમધમી ઉઠેલાં ઠેરઠેર જુગાર ઉપર તવાઈ ઉતારી છે. દરમિયાન ગઈકાલે બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે મોરબીના ધોળેશ્વર રોડ સ્મસાન પાસે ખુલ્લા પટમા જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓ મહેશભાઇ વિનોદરાય મહેતા અને અદ્રેમનભાઇ ઉર્ફે અબ્દુલરહેમાનભાઇ નુરમહમદભાઇ તુરકને રોકડા રૂપીયા-૨૯૦૦ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.