ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટંકારા કલ્યાણપર ગામ પાસે આવેલ ક્રિષ્ના કોટન & ઓઇલમીલ પાસે ટ્રિપલ સવાર બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસે ગઈકાલે કલ્યાણપર ગામ પાસે આવેલ ક્રિષ્ના કોટન & ઓઇલમીલ પાસે બાઈક ઉપર વિદેશી દારૂની બોટલ લઈને નીકળેલા આરોપીઓ મહાવીરસિંહ નવુભા ઝાલા (ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે જોધપર ઝાલા તા.ટંકારા), જયપાલસિંહ ખુમાનસંગ ઝાલા (ઉ.વ.૨૧ ધંધો-ખેતી રહે જોધપર ઝાલા તા.ટંકારા), સતિષ કુવરજીભાઇ સવસાણી (ઉ.વ.૧૮ ધંધો-અભ્યાસ રહે-કલ્યાણપર તા.ટંકારા)ને GJ-13-DD-3337 નંબરના બાઈક ઉપર ઈંગ્લીશ દારૂની ડેલવેરી કરવા નીકળી એકબીજા દારૂની બોટલ આપતી વખતે બોટલ નંગ- ૦૬ કુલ કિ.રૂ. ૧૮૦૦ તથા મો.સા.નંગ-૦૨ કિ.રૂ. ૩૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩૧,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.