મોરબી : મોરબી જિલ્લાના નવલખી બંદરે આજે બપોરે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હાલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો હોય જેને પગલે આ સિગ્નલ લગાવાયું છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો હોય જેને પગલે ગાંધીનગરથી મળેલી સુચનાને આધારે નવલખી બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ દરિયામાં દોઢથી બે ફૂટ જેટલા મોજા આવી રહ્યા છે. બીજી તરફ બંદરની આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદ અને સામાન્ય પવન જ હોવાનું જાણવા મળી રહ્યું છે.