મોરબીઃ મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે સૌપ્રથમ સ્ફટિકના શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું છે. મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે જિલ્લામાં સૌ પ્રથમ શુદ્ધ સ્ફટિકના 11.650 કિલોગ્રામના શિવલિંગનું અને કષ્ટભંજન દેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. રાજપૂરોહિત શાસ્ત્રી વિપુલભાઈ શુક્લા દ્વારા શુદ્ધ સ્ફટિકના શિવલિંગ અને કષ્ટભંજન દેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગોપાલભાઈ સરડવા અને રાજેશભાઈ ઘોડાસરાના યજમાન પદે શિવલિંગ અને કષ્ટભંજન દેવની મૂર્તિનું સ્થાપન કરાયું છે. શિવપૂરાણમાં કહેવામાં આવ્યું છે કે, સ્ફટિકનું શિવલિંગ આધિ, વ્યાધિ ને ઉપાધિ દુર કરી તાપ સંતાપ દુર કરે છે. ઉમા ટાઉનશીપ ખાતે નિર્મિત ઉમાપતિ મહાદેવ મંદિરમાં ભક્તો સ્ફટિકના શિવલિંગના દર્શન અને પૂજનનો લ્હાવો લઈ શકે છે.