મોરબી : મન હોય તો માળવે જવાય.. આ ઉક્તિને મોરબીના નાના એવા આંદરણા ગામની ખેડૂત પુત્રી રિદ્ધિ બેચરભાઈ દાંતલિયાએ ચરિતાર્થ કરી બતાવી છે. રિદ્ધિએ ખૂબ મહેનત અને ખંતથી અભ્યાસ કરીને સીએ ફાઇનલની પરીક્ષા પાસ કરી છે. પોતાની લાડકવાયી દીકરી સીએ બનતા પરિવારમાં જશ્નનો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રિદ્ધિ બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતી. તેને ધો.10માં 99.42 પીઆર અને ધો.12માં 99.81 પીઆર મેળવ્યા હતા. હવે તેને સીએની પરીક્ષા પાસ કરી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.