મોરબીના બેલા (રંગપર) ગામની સીમ ઇવોના સીરામીકમાં બનેલી ઘટના મોરબી : મોરબીના બેલા (રંગપર) ગામની સીમ ઇવોના સીરામીક ફેકટરીમાં માટીનો સાયલો ચેક વખતી વખતે ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા(રંગપર) ગામની સીમ ઇવોના સીમરામીકમાં રહીને મજૂરી કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો વતની રાહુલ રતીરામ બલાઇ (ઉવ-૨૧) નામનો શ્રમિક ગત તા.૧૩ના રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં આ કારખાનામાં કામ કરી રહ્યો હતો.જેમાં આ સીરામીક ફેકટરીના ત્રીજા માળે માટીના સાયલામાં ચેક કરવા જતા ત્રીજા માળેથી રાહુલ રતીરામ બલાઇ નીચે પડી જતા શરીરે ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પીટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.