હળવદના દેવળીયા ગામેથી મોરબીના બગથળા ગામે સામાન ભરીને જતી વખતે સામાન્ય પરિવારને અકસ્માત નડ્યો, સદનસીબે જાનહાની ટળી મોરબી : મોરબીના નાની વાવડી ગામ નજીક પુલિયા પાસે આજે અચાનક ઘરવખરીનો સમાન ભરેલી યુટીલિટી પલ્ટી મારી ગઈ હતી. જો કે,હળવદના દેવળીયા ગામેથી મોરબીના બગથળા ગામે સામાન ભરીને જતી વખતે સામાન્ય પરિવારને અકસ્માત નડ્યો હતો. પણ સદનસીબે જાનહાની ટળી હતી. અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના હળવદના દેવળીયા ગામે રહેતો એક સામાન્ય પરિવાર તેમના ગામથી ઘરનો સામાન યુટીલિટી જેવા વાહનના ભરીને બગથળા ગામે જઈ રહ્યો હતો.આ પરિવારમાં 4 મોટા સભ્યો અને બેથી ત્રણ બાળકો પણ સાથે જ યુટીલિટીમાં બેઠા હતા. દરમિયાન આ યુટીલિટી વાહન મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સમજુબા સ્કૂલ નજીક આવેલા પુલિયા પર પહોંચ્યું ત્યારે અચાનક ડ્રાઇવરે કાબુ ગુમાવતા આ વાહન પલ્ટી મારી ગયું હતું. તેમાં બેઠેલા પરિવારના સભ્યોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવને પગલે વાહન રેઢું મૂકીને ડ્રાઇવર નાસી છૂટ્યો હતો.