મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના રોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો. આ ઉપરાંત રાત્રે મહાસત્સંગ અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પણ અનેક ભક્તોએ લ્હાવો લીધો હતો.