ચંદ્રપુર અને રાતીદેવરી ગામે જુગારધામ ઉપર પોલીસનો સપાટો મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણ માસ નજીક આવતા જ શ્રાવણીયો જુગાર ધમધમવા લાગ્યો છે. તેથી પોલીસે પણ આવા શ્રાવણીયા જુગારને નાબૂદ કરવા કમર કસી છે. જેમાં વાંકાનેરના ચંદ્રપુર અને રાતીદેવરી ગામે જુગારધામ ઉપર પોલીસે સપાટો બોલાવી આ બન્ને સ્થળે જુગાર રમતા 13ને ઝડપી લીધા હતા. વાંકાનેર સીટી પોલીસની ટીમે ચંદ્રપુર ગામમાં નસીબ પાનવાળી શેરીમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમા અમુક ઈસમો ગંજી પત્તાના પાના તથા પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા આશીફભાઈ ઉસ્માનભાઈ વડાવીયા, મકબુલભાઈ અબ્દુલભાઈ વકાલીયા, ઈમ્તિયાઝભાઈ મામદભાઈ શેરસીયા, મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડારને રોકડા રૂપીયા ૧૦,૨૫૦ સાથે ઝડપી લીધા હતા. બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, રાતીદેવળી ગામની ભામણીયા સીમ ઇસ્માઇલભાઇ રહીમભાઇ માણસીયા રહે.રાતીદેવળી તા.વાંકાનેર વાળો તેની વાડીએ ઓરડીમા બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ચોક્કસ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા ઈસ્માઈલભાઈ રહીમભાઇ માણસીયા, નજરૂદ્દીનભાઈ મામદભાઈ માથકીયા, નશરૂલ્લાભાઈ નુરમામદભાઈ કડીવાર, જાહીદભાઈ હાજીભાઈ માથકીયા, અયુબભાઈ મીમનજીભાઈ કડીવાર, યુસુફભાઈ ઉસ્માનભાઈ બાદી, ગુલાબભાઈ નુરમામદભાઈ કડીવાર, તોસીફભાઈ હસનભાઈ માથકીયા, હનીફભાઈ રહીમભાઈ માણસીયાને રોકડા રૂપીયા ૨૪,૭૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૯ કી.રૂ.૩૬૦૦૦ તથા ગંજી પત્તાના પાના નંગ-પર કુલ કી.રૂ.૬૦૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.