મોરબી : સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્રની મુખ્ય કચેરી રાજકોટ બાદ હવે લીંબડી ખસેડવામાં આવતા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ મુખ્યમંત્રીને રજુઆત કરી આ કચેરી મોરબી અથવા તો સુરેન્દ્રનગર ખાતે ખસેડવા માંગ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્રની મુખ્ય કચેરી અગાઉ રાજકોટ ખાતે કાર્યરત હતી પરંતુ આ નહેરનો મુખ્ય લાભ મોરબી, સુરેન્દ્રનગર,ધ્રાંગધ્રા, માળીયા. મી, હળવદ પાટડી સહિતના વિસ્તારને મળતો હોય ખેડૂતોને રજુઆત માટે છે કે રાજકોટના ધક્કા ખાવામાં અગવડતા પડતી હોય જેના કારણે વિરોધ ઉઠતા આ કચેરીને લીંબડી ખાતે સ્થળાંતર કરવામાં આવી છે. જેથી લોકોને મુશ્કેલી ઓછી થવાને બદલે તેમાં વધારો થયો છે. વધુમાં એ પણ જણાવ્યું છે કે આ કચેરીનું મુખ્ય સ્થળ લીમડી મથકે રાખવાના બદલે જો સુરેન્દ્રનગર અથવા તો ધાંગધ્રા,પાટડી,મોરબી હળવદ કે પછી માળિયા મીયાણા તાલુકાની નજીક રાખવામાં આવે તો ખેડૂતો/લોકોને અનુકૂળ રહેશે.