22 ટીમોએ 235 વીજ કનેક્શનો ચેક કર્યા, જેમાંથી 24 કનેકશનોમાં ગેરરીતિ સામે આવી હળવદ : હળવદમાં પીજીવીસીએલ દ્વારા આજે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 22 ટીમોએ 235 વીજ કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી 24 કનેકશનોમાં ગેરરીતિ સામે આવતા તેઓને રૂ. 13.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આજે તા.13નાં રોજ મોરબી સર્કલના હળવદ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 22 ટિમ દ્વારા 03 ફીડર હેઠળના કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 210 કોર્મિશયલ વિજ જોડાણનું ચેકીંગ કરવામાં આવતા 22માં ગેરરીતિ સામે આવી હતી. તેઓને રૂ.12.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે 10 ઔદ્યોગિક કનેક્શનો પણ ચેક કરવામાં આવ્યા હતા.જેમાં બધું બરાબર નીકળ્યું હતું.15 રહેણાંક કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 2 કનેક્શનમાં ગેરરીતિ માલુમ પડતા રૂ.65 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ કુલ 235 વીજ કનેક્શનો ચેક કરાતા કુલ 24 કનેક્શનોમાં ગેરરીતિ માલુમ પડી હતી. આમ તમામને કુલ રૂ.13.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.