ઠેરઠેર મંદિરો અને આશ્રમોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા, મોટાભાગના લોકોએ પોતાના જીવનના પથદર્શક એવા ગુરુની વંદના કરી મોરબી : મોરબીમાં આજે ઠેરઠેર મંદિરો અને આશ્રમોમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ધર્મોલ્લાલ્સભેર ઉજવણી કરાઈ હતી. ગુરુપૂજન, ભાવવંદના, મહાપ્રસદ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્રિમંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે ગુરુપૂજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ટંકારા તાલુકાના લજાઇના ગામે મોરબી હાઈવે,જોગ આશ્રમ ખાતે આજે ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુપૂજા, મહાઆરતી મહાપ્રસાદ, નકલંક સંપુટ મંડળ દ્વારા રામાયણના પાઠ તથા ધૂન કીર્તન તેમજ મોરબીમાં ગિરનારી આશ્રમ, ગંગેશ્વર મહાદેવ,લીલાપર રોડ,મોરબી ખાતે ધૂન- ભજન, ધ્વજા રોહણ, ગુરૂપૂજન, મહાપ્રસાદ તેમજ કેશવાનંદ બાપુ ગુરુદેવ મહેશ્વરાનંદ બાપુના ચરણ કમળોમાં સાનિધ્યમાં શાંતિવન આશ્રમ, રત્નેશ્વર મહાદેવ, ધોળેશ્વર રોડ, મોરબી ખાતેગુરુપૂજન, ગુરુ યાગ, સત્યનારાયણ ભગવાનની કથા, સંતવાણી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે વ્યાસ પૂજન, રતનેશ્વરી દેવીનો સત્સંગ, મહાપ્રસાદ તેમજ કેશવાનંદ બાપુની ભજનભૂમિ ખોખરા હુમાન હરિહર ધામમાં કેશવાનંદ બાપુના શિષ્યા કનકેશ્વરી દેવીજીના સાનિધ્યમાં ગુરૂ પૂજન, ગુરૂ મહિમા સત્સંગ, વૃક્ષારોપણ, સંતવાણી, ગુરૂ પૂર્ણિમા દિવ્યોત્સવ પ્રસંગે મંદ બુદ્ધિ પ્રશિક્ષણ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા વિ.હિ.પ. બધા જ આયામોના મોરબી જિલ્લા,મોરબી શહેર , મોરબી ગ્રામ્ય તથા વાંકાનેરના હોદ્દેદારો તથા કાયૅકરો દ્વારા સંતોનું પુજન કરવા માટે લગભગ મોરબી જિલ્લાના ૩૫ સ્થળો જઈ તમામ અધિકારી ભાઈઓએ સંતોના પુજનનો અને આશીર્વાદનો લાભ લીધો હતો.