મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત રહ્યો છે. જિલ્લામાં આજે 4 કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 47 થયા છે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 863 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરમાં 3 અને મોરબી ગ્રામ્યમાં 1 મળી કુલ 4 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 6, વાંકાનેરના 1 અને માળિયાના 1 દર્દી મળી કુલ 8 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 47 થઈ ગયા છે.