પાણીના નિકાલ ઉપર પાલિકાએ આવાસ યોજના બનાવી દેતા પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ મોરબી : મોરબીના બાયપાસ ઉપર આવેલ 25 વારીયા મકાનોમાં ભારે વરસાદથી પાણી ઘુસી જતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જો કે, પાણીના નિકાલ ઉપર પાલિકાએ આવાસ યોજના બનાવી દેતા પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો છે. મોરબી બાયપાસ ઉપર આવેલ 25 વારીયા પ્લોટ ઉપર બનેલા 25થી 30 મકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ઘરમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને નુકશાન પહોંચ્યું છે. આથી સ્થાનિકોએ તંત્ર ઉપર એવો બળાપો ઠાલવ્યો હતો કે, તેમના વિસ્તારના પાણીનો જ્યાં નિકાલ હતો ત્યાં પાલિકાએ આવાસ યોજના બનાવી દેતા પાણીનો નિકાલ અટકી ગયો છે અને ઘરમાં પાણી ઘુસી જતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.