પાણી ભરાવાના કારણે બે દિવસથી સ્કૂલ બંધ : કોંગ્રેસ મોરબી : મોરબીના વોર્ડ નં ૧૦માં અવની રોડ પર આવેલી મેઘાણી સ્કૂલ પાસે પાણી ભરાવની સમસ્યાથી બે દિવસથી સ્કૂલ બંધ રાખવાની ફરજ પડ્યાની મોરબી કોંગ્રેસ અગ્રણીઓ રજૂઆત કરી સ્કૂલ પાસે પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના મોરબી જિલ્લા પ્રમુખ જયંતિભાઇ જે. પટેલ, રાજુભાઈ કાવર, અશ્વિન વિડજા,પી.પી.બાવરવા, રજનીશ સિરવી સહિત અગ્રણીઓ એક રજૂઆતમાં જણાવ્યું હતું કે અવની રોડ પર આવેલી મેઘાણી સ્કૂલ પાસે પાણી ભરાવની સમસ્યા છે. જેના કારણે બે દિવસ સોમ અને મંગળવારના પાણીના ભરાવા ને લીધે સ્કૂલ બંધ રાખવાની ફરજ પડી છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે પાણી નિકાલની વ્યવસ્થા કરવાની કોગ્રેસ આગેવાનોએ માંગણી કરી હતી.