ઠેરઠેર રસ્તામાં ગટરની કુંડીના ઢાકણા ખુલ્લા હોવાથી અકસ્માતનો ભય મોરબી : મોરબીમાં ગતરાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે માર્ગો ધોવાતા તેમજ ખાડામાં પાણી ભરાતા ઠેરઠેર ટ્રાફિકજામ થયો હતો.જેમાં આજે સવારે ભારે વરસાદને પગલે ફ્લોરા હાઉસથી કેનાલ ચોકડી સુધી ટ્રાફિકજામ થયો હતો અને ઠેરઠેર રસ્તામાં ગટરની કુંડીના ઢાકણા ખુલ્લા હોવાથી વાહન ચાલકો ઉપર અકસ્માતનો ભય ઝળુંબી રહ્યો છે. મોરબીમાં ગતરાત્રીથી મેઘરાજા તૂટી પડ્યા છે અને ગતરાત્રે આજે સવારે અત્યારે પણ વરસાદ ચાલુ હોય સતત એકધારો વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને વરસાદથી ઠેરઠેર પાણી ભરાતા અને ખાડાને કારણે ટ્રાફિકજામ થયો છે.જેમાં સામાકાંઠાના ફ્લોરા હાઉસથી કેનાલ ચોકડી સુધી ટ્રાફિકજામ થયો હતો. આથી સવારે કામધંધે નીકળેલા લોકો ફસાયા હતા.અધૂરામાં પૂરું આખા રસ્તે ગટરના ઢાકણાં ખુલ્લા હોવાથી વાહન ચાલકો તેમાં ખાબકે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.