વોર્ડ નંબર 4માં ગીતા પાર્ક-કમલા પાર્ક સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા તંત્ર કામે લાગ્યું મોરબી : મોરબી શહેરમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે મોરબી નગર પાલિકાને મળેલી ફરિયાદોના આધારે પાણી ભરાવાની સમસ્યાના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું હતું. જેમાં મોરબી પાલિકા તંત્રએ લાતીપ્લોટ 7 સહિતના વિસ્તારમાં ખાડાઓ બુરવાની કામગીરી શરૂ કર્યાનું જણાવ્યું હતું. તે ઉપરાંત રવાપર રોડ પર ચકિયા હનુમાન પાસે ભરાતા પાણીના નિકાલ માટે પણ કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત સામાંકાંઠે આવેલા કમલા પાર્ક- ગીતા પાર્ક અને ઉમા ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદ મળતા પાણી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હોવાનું પાલિકા તંત્રે જણાવ્યું હતું. આ સાથે પાણી ભરાવા સહિતની સમસ્યા અંગે મોરબી નગર પાલિકા કચેરીના 02822220551નંબર પર ફરિયાદ કરવા તંત્રએ જણાવાયું હતું.