માટેલ ઘરામાં જળબંબાકાર જેવી સ્થિતિ વાંકાનેર : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી જ મેઘરાજા આક્રમક બનીને તૂટી પડ્યા હતા. જેમાં વાંકાનેર પંથકમાં પણ ભારે વરસાદ થયો હતો. ઉપરવાસના વરસાદને પગલે માટેલ ઘરો ઓવરફ્લો થઈ ગયો છે અને માટેલિયા ઘરામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી-વાંકાનેરમાં મેઘરાજા ગતરાત્રિથી તોફાની બેટીંગ કરી રહ્યા છે. ત્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાથી સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ આઈશ્રી ખોડિયાર માતાજીના ધામ માટેલ ઘરો ઓવરફ્લો થઈ ગયો છે. માટેલિયા ઘરામાં પુરની જેમ ધસમસતા પાણી ફરી વળ્યાં છે. માટેલ ઘરો ઓવરફ્લો થઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.