મોરબી : મોરબીના જૂના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ - ૩ ડેમની કુલ ૨૮.૭૦ મીટરની સપાટીમાં પાણી ૨૫ મીટરએ પહોંચી ગયું છે. આમ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો હોય, હવે પાણીની આવક યથાવત રહેશે તો ગમે ત્યારે દરવાજા ખોલવામાં આવશે. હાલ ડેમમાં ૬૮૧ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ગમે ત્યારે દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ હોય હેઠવાસમાં આવતા ગામો મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર(નદી), અમરનગર, નારણકા, ગુંગણ, નાગદાવાસ, બહાદુર ગઢ, સોખડા તથા માળિયા તાલુકાના દેરાળા, મ્હેન્દ્રગઢ, મેઘપર, નવા ગામ, રાસંગપર, વીર વદરકા, ફતેપર, માળિયા, હરિપરને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.