હળવદના ગોલાસણ ગામે મકાન ઉપર વીજળી ત્રાટકી

- text


સદનસીબે જાનહાની ટળી : ઘરમાં રહેલ ઈલેક્ટ્રીક ઉપકરણો ખાખ

મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી જ મેઘરાજા ભારે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘકૃપા વરસાવી રહ્યા છે. દરમિયાન આજે હળવદના ગોલાસણ ગામે મકાન ઉપર વીજળી ત્રાટકી હતી. જો કે સદનસીબે જાનહાની ટળી છે પણ ઘરમાં રહેલ ઈલેક્ટ્રીક ઉપકરણો ખાખ થઈ ગયા છે.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર હળવદના ગોલાસણ ગામે રહેતા સાદુરભાઈ મનજીભાઈ ઠાકોરના મકાન ઉપર આજે બપોરના 12-30 વાગ્યાની આસપાસ વરસાદ વચ્ચે વીજળી ત્રાટકી હતી. મકાન ઉપર વીજળી પડતા મકાનનો કઠેડો ભાંગી ગયો હતો.જ્યારે મકાનમાં રહેલા ઈલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતા. જો કે આ વીજળી પડવાના બનાવમાં સદભાગ્યે જાનહાની થઈ ન હોવાના અહેવાલ મળે છે.

- text

- text