મોરબી : આગામી તારીખ 13/7/2022ને બુધવારના રોજ ત્રિમંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સવારે 8:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી તેમજ મહાપ્રસાદ બપોરે 11:00 થી 1:00 વાગ્યા સુધી યોજાશે. ત્રિમંદિર સત્સંગ હોલ, નવલખી હાઇવે, જેપુર ગામ પાસે આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવનો સર્વે ગુરુ ભાઈઓ - બહેનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.